હળવદમાં નજીવી બાબતે બે જુથ વચ્ચે બોલી બઘડાટી : નવ ઇજાગ્રસ્ત

- text


સુનીલનગર વિસ્તારમાં મોડી રાત્રે બન્યો બનાવ : બે ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયા

હળવદ: હળવદ શહેરમાં આવેલ સુનીલનગર વિસ્તારમાં ગત મોડી રાત્રીના એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી આ જૂથ અથડામણમાં નવ જેટલા લોકોને ઇજાઓ પહોંચવા પામી છે. જેમાં ઇજાગ્રસ્તોને પ્રથમ સારવાર અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખશેડ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરમાં આવેલ સુનિલ નગર વિસ્તારમાં રહેતા પરિવારને ઘરે ૧૫ થી ૨૦ જેટલા લોકોનું ટોળું ધોકા પાઇપ અને ધારિયા જેવા હથિયારો લઇ ધસી આવ્યું હતું અને એક જ સમાજના બે જૂથ સામસામે આવી ગયા હતા. જેમાં નવ જેટલા લોકોને ઈજાઓ થવા પામી હતી. આ બનાવમાં જીવીબેન ગેલાભાઇ પારેવાડીયા ઉ:૨૩, હનુબેન પ્રતાપભાઈ ઉ:૩૫, વિજયભાઈ પ્રતાપભાઈ ઉ:૨૧, સંજયભાઈ ભરતભાઇ, કિરીટભાઈ ટપુભાઈ સુરેલા ઉ:૪૫, મનસુખભાઇ ટપુભાઈ સુરેલા ઉ:૪૦, મુનાભાઈ નાનુભાઈ પારેવાડીયા ઉ:૩૪, સંજયભાઈ પ્રતાપભાઈ ઉ:૨૫, ગેલાભાઈ નાનુભાઈ પારેવાડીયા સહિત નવ લોકોને ઈજા પહોંચી હતી. જેઓને પ્રથમ સારવાર અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા તેમજ બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં, જાણવા મળતી વિગતો મુજબ સામાન્ય બોલાચાલીમાં સમાધાન થયા બાદ પણ અમુક બે-ત્રણ તત્વો દ્વારા એક જ કોમના બંને લોકોને ઉશ્કેરી ઝઘડો કરાવ્યો હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text