રવાપર ગામમાં ફ્લેટના ભાડાની ઉઘરાણી મુદ્દે પિતા-પુત્ર પર હુમલો

- text


મોરબી : મોરબીના રવાપર ગામમાં ઘુનડા રોડ પર આવેલ ગીતાંજલિ એપાર્ટમેન્ટના ફ્લેટના ભાડાની ઉઘરાણી મુદ્દે પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.

- text

રવાપર ગામમાં ઘુનડા રોડ પર આવેલ ગીતાંજલિ એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં રહેતા સુરેશભાઈ ઝવેરચંદભાઇ પોપટ (ઉ.વ. 62) તથા તેમના પુત્ર સાગર (ઉ.વ. 34) અને જમુના એપાર્ટમેન્ટમાં રહેતા ચીન્ટુભાઈ હરીશભાઈ સોલંકીને સૂરો નાનુ મિયાત્રા, લાલો નાનુ મિયાત્રા તથા અન્ય બે અજાણ્યા શખ્સો દ્વારા ફ્લેટના ભાડાની ઉઘરાણી બાબતે ઈંટ અને પથ્થર વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. જેથી, હુમલાનો ભોગ બનનાર વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ સુરેશભાઈએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text