મોરબીની પી. જી. કોલેજનું B.Com Sem-3ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ

- text


મોરબી : મોરબીની પી. જી. કોલેજની બે વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-3ના પરિણામ મુજબ એકાઉન્ટ વિષયમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરી યુનિવર્સીટી કક્ષાએ પી. જી. કોલેજનું નામ રોશન કર્યું છે.

- text

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવાયેલી B.Com Sem-3ની પરીક્ષામાં કોસ્ટ એકાઉન્ટ વિષયમાં મહેતા હેતલે 100માંથી 100 માર્ક્સ તથા એકાઉન્ટ-3 વિષયમાં સરવૈયા સોનલબાઇ 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઇ આચાર્ય, ડો. રવિન્દ્ર ભટ્ટ તથા શિક્ષક્ગણે બંને બે વિદ્યાર્થીનીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

- text