માળીયા તાલુકામા પોલિયો કાર્યકમની ઊજવણી : 58 બુથ ઉપર બાળકોને ટીપા પીવડાવાયા

- text


તા.20 અને 21 બે દિવસ 97 ટીમો અને 33 મોબાઇલ ટીમો ઘરે ઘરે જઈને બાળકોને ટીપાં પીવડાવશે

માળિયા: તાલુકા હેલ્થ ઓફિસ માળીયા મી. દ્વારા સઘન પ્લસ પોલિયો કાર્યક્રમની આજ રોજ શરૂઆત કરવામાં આવી. જેમાં રવિવારે પહેલા દિવસે 58 બૂથ રાખવામાં આવેલ. તાલુકાના 9687 બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ તાલુકા હેલ્થ ઓફિસ માળીયાના નેજા હેઠળ કુલ 97 ટીમો અને 33 મોબાઇલ ટીમો દ્વારા તારીખ ૨૦ અને ૨૧ જાન્યુઆરી એમ બે દિવસ ઘરે ઘરે મુલાકાત કરી બાકી રહેલા બાળકો ને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

- text

માળીયા મી. તાલુકા શાળાના બૂથનું ઉદ્ઘાટન મોલાના સાહેબના હસ્તે કરવામાં આવ્યું. તથા મોટા દહીસરા ખાતે બુથ ઉદ્દઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ વિજયાબેન રમેશભાઈ રાઠોડ ના હસ્તે કરવામાં આવ્યું. અને ઘાટીલા ખાતે બુથનુ ઉદ્દઘાટન સરોજબેન રમેશભાઈ વિડજા જીલ્લા પંચાયત સદસ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રા.આ. કેન્દ્ર સરવડ કક્ષાએ સરપંચના હસ્તે કરવામાં આવ્યું. આ રાઉન્ડ દરમિયાન 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો સામે રક્ષણ આપવા માટે નજીકના પોલિયો બૂથમાં ટીપાં પીવડાવવા.તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી. જી બાવરવા દ્વારા માળીયાના તમામ વાલીઓને નમ્ર અપીલ કરવામાં આવેલ હતી.

- text