LRDની પરીક્ષામાં થયેલા અન્યાય મામલે મોરબી રબારી સમાજના આગેવાને આવેદન આપ્યું

- text


મોરબી : જૂનાગઢમાં માલધારી-રબારી સમાજના મ્યાંજમાર મુંજાભાઇ હુણ (ઉ.વ. 49)એ કરેલ આપઘાતના બનાવ સંદર્ભે તેઓને આપઘાત કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી કરનાર જવાબદારો સામે ન્યાયિક પગલાં લેવા બાબતે મોરબીના રબારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં લેવાયેલ LRD (લોકરક્ષક દળ)ની પરીક્ષામાં થયેલ અન્યાયથી હતાશ બની આપઘાત કરનારે આપેલ સ્યુસાઇડ નોટ કે જે મૃત્યુ પામતા પહેલા SP, કલેક્ટર સહીત અધિકારીઓને આપેલ, જેમાં તેના બે પુત્રોએ આપેલ LRDની પરીક્ષામાં પાસ થવા છતાં આદિજાતિ ખરાઈ માટે જે તે મંત્રી, મહામંત્રી સહિતનાઓએ આ મુદ્દે બેજવાબદારી દાખવી યોગ્ય નિર્ણય ન લેતા તેઓએ હતાશ બની ગત તા. 17/01ના રોજ સવારે આપઘાત કરવા પ્રેરાયેલ છે. તેની જાણ કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ના આવતા ગંભીર પરિણામ આવેલ છે.

- text

આ પ્રશ્ને મૃતકની સ્યુસાઇડ નોટમાં દર્શાવેલ લોકો કે જેને બેદરકારી અને બેજવાબદારીભર્યું વર્તન કર્યું છે, તેઓ સામે યોગ્ય પગલાં લેવા તથા મૃતકના પુત્રો કે જેઓ LRDની પરીક્ષામાં પાસ થયા છે, તેઓને સત્વરે નોકરી આપવાની માંગણી રમેશભાઈ રબારી દ્વારા કરવામાં આવી છે.

- text