મોરબી અપડેટના વાંકાનેરના રિપોર્ટર હરદેવસિંહ ઝાલાની ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી ચેનલમાં નિમણુંક

- text


વાંકાનેર : મોરબી અપડેટના વાંકાનેર રિપોર્ટર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હરદેવસિંહ ઝાલાની તાજેતરમાં ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી ચેનલમાં મોરબી જિલ્લાના રિપોર્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. હરદેવસિંહ ઝાલા છેલ્લા પાંચ વર્ષથી વાંકાનેરમાં મીડિયા ક્ષેત્રે સંકળાયેલા છે. તેઓ ગુજરાત મિરર, મોરબી અપડેટ સહિતના મીડિયા ક્ષેત્રે સંકળાઇને વાંકાનેર પંથકની તમામ પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ત્યારે તેમની હવે ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી ચેનલમાં મોરબી જિલ્લાના રિપોર્ટર તરીકે નિમણુંક થઈ છે. તેથી હવે તેમનું કાર્યક્ષેત્ર માત્ર વાંકાનેરથી માંડીને સમગ્ર મોરબી જિલ્લામાં રહેશે અને આ મીડિયાના માધ્યમથી તેઓ મોરબી જિલ્લાના તમામ પ્રશ્નોને બખુબીથી વાચા આપશે. ત્યારે તેમની ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી ચેનલમાં મોરબી જિલ્લાના રિપોર્ટર તરીકે નિમણુંક થતા મિત્રો, શુભેચ્છકોએ તેમના મોબાઈલ ૯૯૨૫૬૦૦૦૦૭ પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

- text