ટંકારા : પોસ્ટ ઓફિસમાં 31 માર્ચ સુધીમાં સેવિંગ ખાતા સાથે મોબાઇલ નંબર લિંક કરાવવા ફરજીયાત

ટંકારા : કેન્દ્ર સરકારના આદેશ અનુસાર સેવિંગ ખાતા ધારકોએ પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતા સાથે મોબાઇલ નંબર લિંક કરાવવા ફરજીયાત છે. તેથી, ટંકારા પોસ્ટ ઓફિસ દ્વારા સેવિંગ ખાતા ધારકોને આગામી તા. 31 માર્ચ, 2020 સુધીમાં સેવિંગ ખાતા સાથે મોબાઇલ નંબર લિંક કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ ટંકારા પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવવા માટે મેળો રાખવામાં આવેલો છે. જેમાં વિવિધ યોજનામાં નાણાંનું રોકાણ પણ કરી શકાશે. જેનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.