મોરબી : પેન્શનર સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજની છઠ્ઠી વાર્ષિક સામાન્ય સભા ગત તા. ૧૨ જાન્યુઆરીએ રવીવારના રોજ પંચમુખી હનુમાન, મોરબી ખાતે સમાજના પ્રમુખ જીવણભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં દીપ પ્રાગટ્ય પેન્શનર સમાજ, અમદાવાદના પ્રમુખ એસ. એમ. જોષી તથા અતિથિ વિશેષ અને મંચસ્થ મહાનુભાવો કર્યું હતું. તેઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા તેમજ પેન્શનરો માટે કરેલ કામગીરીની માહિતી તથા બાકી રહેતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત, પેન્શનરોનું શાલ ઓઢાડી, ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમના અંતે આભારદર્શન કરી, ભોજનનો આનંદ માણ્યો હતો.

- text