મોરબી: નારણકા પ્રાથમિક શાળાનો ત્રિદિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

નારણકા ગામના રજનીભાઇ મોરડીયાના સંપૂર્ણ આર્થિક સહયોગથી કરાયું હતું પ્રવાસ આયોજન 

મોરબી : મોરબીના નારણકા ગામની શ્રી નારણકા પ્રાથમિક શાળામાંથી તારીખ ૧૩-૦૧‌-૨૦૨૦થી તારીખ ૧૫-૦૧-૨૦૨૦ દરમ્યાન વિદ્યાથીઓ માટે ત્રિદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારે અમલમાં મુકેલ પરિપત્રના નિયમો મુજબ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને દ્વારકા-સોમનાથનો શિક્ષણિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવાસ દરમ્યાન દ્વારકા, નાગેશ્વર મહાદેવ, હરસિદ્ધિ માતા મંદિર, કીર્તિ મંદિર, તારા મંદિર, માધવપુર ઘેડ, સોમનાથ, બિલખા, સતાધાર, પરબ-વાવડી, જૂનાગઢ દર્શન, વીરપુર, કાગવડ, પ્રદ્યુમનપાર્ક પ્રાણી સંગ્રાલય (રાજકોટ) જેવા સ્થળોની મુલાકાત કરાવાઇ હતી. આ સ્થળોના ઇતિહાસ તેમજ ધાર્મિક-શૈક્ષણિક મહત્વ વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રવાસ દરમિયાનનો સંપૂર્ણ ખર્ચ નારણકા ગામના રજનીભાઇ વસરામભાઈ મોરડીયા તરફથી આપવામાં આવેલ હતો. આ સમગ્ર પ્રવાસની સફળતામાં નારણકા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રાણજીવનભાઈ પૈજા સાહેબ, નુતનબેન શેરસીયા, ધીરુભાઈ દાવા, ચિંતનભાઈ મોરડીયા, આનંદભાઇ મેરજા, રસિકભાઈ મેરજા, અગ્રાવત નરહરિભાઈ, અગ્રાવત, કાલોલા નિરાલીબેન, તેમજ નારણકા ગામના વાલીઓનો સાથ સહકાર મળેલ હતો.