હળવદ : કોંગ્રેસના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં કોર્ડિનેટર તરીકે યાજ્ઞિક ગોપાણીની નિમણૂક

- text


કોંગ્રેસ સંગઠનને સોશિયલ વીડિયોમાં વધુ એક્ટિવ બનાવવા ઉપપ્રમુખની જવાબદારી હરેશ ગોટીને સોંપાઈ

હળવદ : દરેક રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જેથી, વિવિધ રાજકીય પક્ષો સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચવા સોશિયલ મિડિયાની જવાબદારી પાર્ટીના યુવાનોને અપાતી હોય છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના હળવદ તાલુકા કોડિનેટર તરીકે યાજ્ઞિક ગોપાણીની નિમણૂક કરાઇ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે હરેશ ગોટીની નિમણૂક કરવામાં આવી છે.

- text

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની અને કોડિનેટર સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હેમાંગભાઈ રાવલની સૂચનાથી સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં હળવદ તાલુકા કોડિનેટર તરીકે યાજ્ઞિક ગોપાણી નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ ની જવાબદારી હરેશ ગોઠીને સોંપાઈ છે.બંને યુવાનોને હળવદ કોંગ્રેસની સોશિયલ મીડિયાની કમાન સોપાતા હળવદ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

- text