હળવદ :પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં કાલે રક્તદાન કેમ્પ

મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની અપીલ

હળવદ : હળવદ તાલુકાના સપૂત ભારતના ખ્યાતનામ કિડની સ્પેશિયાલિસ્ટ ડોકટર પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબની પુણ્ય સ્મૃતિમાં ભવ્ય સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં યુવાનોને બહોળી સંખ્યામાં સ્વૈચ્છીક રક્તતદાન કેમ્પમાં રક્તદાન કરી રક્તદાન મહાદાન સૂત્રને ચરિતાર્થ કરવા આહવાન કરાયું છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની અને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કિડની વિભાગના પ્રણેતા પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદી સાહેબની પુણ્ય સ્મૃતિમાં હળવદ ચેમ્બર ઓફ કોમર્સ અને શિશુમંદિર હળવદ દ્વારા ભવ્ય સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું તારીખ:-૧૮/૧/૨૦૨૦ને શનિવારના રોજ સવારે ૯:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી શિશુમંદિર, સરા રોડ, હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પમાં જે રક્ત (લોહી)ની બોટલ એકત્રિત થશે તે સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગમાં ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે ૧૮ થી ૫૫ વર્ષ સુધીના વ્યક્તિઓ માતાઓ બહેનો રક્તદાન કરી શકે છે. જ્યારે હળવદ તાલુકાનું ગૌરવ દેશ દુનિયામાં જેમણે વધાર્યું છે અને વર્ષો પહેલા ફોરેન કન્ટ્રીમાં કરોડો રૂપિયાની ધીગતી કમાણી છોડી પોતાના વતન ગુજરાતમાં ગુજરાત રાજ્યના અને દેશભરના કિડનીના રોગથી પીડિત દર્દીઓની સેવા માટે જમણે પોતાની જિંદગી સમર્પિત કરી દીધી એમાંય હળવદ ઝાલાવાડના દર્દીઓને પણ વિશેષ ચિંતા કરી છે તેવા મહામાનવ પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોને રક્તદાન કરી અને આ ભગીરથ-પુણ્ય ના કાર્યમાં નિમિત બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.