દેવીપુર ગામની કોટન મિલમાંથી 24 ઇલેક્ટ્રિક મોટરો ચોરાયાની ફરિયાદ

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં દેવીપુર ગામમાં આવેલ સોમનાથ કોટન મિલમાંથી 24 ઇલેક્ટ્રિક મોટરો ચોરાયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

હળવદ પોલીસ સ્ટેશનમાં કુલદીપભાઇ ચંદ્રકાંતભાઇ કણસાગરા (ઉ.વ. ૨૩, ધંધો-વેપાર, રહે-ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી, શેરી નં ૧, તા. ટંકારા)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. તા.૨૪/૧૧/૨૦૧૯ ના રાત્રે 11 વાગ્યાથી તા.૨૫/૧૧/૨૦૧૯ ના સવારે 9 વાગ્યા સુધીમાં અજાણ્યા શખ્સોએ ફરિયાદી કુલદીપભાઇની માલિકીની દેવીપુર ગામની સીમમાં આવેલ સોમનાથ કોટન મીલમાં પાછળના ગેઇટનો લોક તોડી કારખાનામાં પ્રવેશ કરી જીનીંગ વિભાગમાં ચરખા સાથે ફીટ કરેલ ઇલેક્ટ્રિક મોટર નંગ ૨૪, જેની કુલ કિ.રૂ. ૧,૧૮,૦૦૦/- ના મતાની ચોરી કરી છે. હાલમાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.

- text