કેસ સ્ટડી ઇન્ટરનૅશનલ કોમ્પિટિશનમાં મોરબીના યુવક પ્રથમ ક્રમાંકે વિજેતા

- text


મોરબી : સાઉદી અરેબિયાના દહરાન સીટીમાં ગત તા. 11 જાન્યુઆરીના રોજ યોજાયેલ આઈપીટીસી એજ્યુકેશન વીક – 2020 અંતર્ગત “Unlock the Reserves: Schlumberger Case Study Solving Competition”માં મોરબીના રહીશ સ્પર્ધક પરાગ હસમુખભાઈ ભોરણીયા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા ઘોષિત થયા હતા. જે સમગ્ર મોરબી જિલ્લા સહીત દેશ માટે ગૌરવરૂપ બાબત છે. કેસ સ્ટડી ઇન્ટરનૅશનલ કોમ્પિટિશનમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ પરિવાર, કુટુંબીજનો, મિત્રવર્તુળ તથા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજ તેઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપી બિરદાવી રહ્યા છે.

- text