ટીંબડી ગામ પાસેથી જુગાર રમતા ત્રણની અટકાયત

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ્બડી ગામ પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે તા. 15 જાન્યુઆરીના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા મોરબી તાલુકાના ટીંબડી પાટીયેથી ટીંબડી ગામ જતા રસ્તે કોહિનુર કોર્પોરેશન નામના કારખાના નજીક જુગારની રેઇડ દરમિયાન જાહેરમા ગંજીપતાના પાના વડે તીનપતીનો નશીબ આધારીત જુગાર રમતા આરોપીઓ જીતેન્દ્રભાઇ ચંદુલાલ સંધાણી (ઉ.વ. ૪૧, ધંધો વેપાર, રહે. નાની વાવડી, મારૂતીનગર, તા.જી.મોરબી), અશોકભાઇ બાબુલાલ વામજા (ઉ.વ. ૩૬, ધંધો. પ્રા. નોકરી, રહે. નાની વાવડી, વાટીકા સોસાયટી, તા.જી. મોરબી) તથા વિનોદભાઇ હસમુખભાઇ દેત્રોજા (ઉ.વ. ૩૪, ધંધો વેપાર, રહે. કુબેરનગર, શેરી નં. ૨, મોરબી) પાસેથી રોકડ રકમ રૂ. 22,300 કબ્જે કરી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- text