મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી CCTV કેમેરાથી સજ્જ

- text


મોરબી : વર્તમાનમાં ટેક્નોલોજીનો યુગ ચાલી રહ્યો છે. સાંપ્રત સમય સાથે તાલ મિલાવવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ સીસીટીવી કેમેરાથી સજ્જ બની છે.

- text

હાલ સરકારની તમામ કચેરીઓ સીસીટીવી ટેક્નોલોજીથી સજ્જ થઇ રહી છે ત્યારે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પણ સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બિલ્ડીંગને સીસીટીવી કેમેરાની સુવિધાથી સજ્જ કરવા માળીયા (મી.) તાલુકાના જોષી પ્રાઈવેટ હાઈસ્કુલ ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થયો છે. જે બદલ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીએ જોષી પ્રાઈવેટ હાઈસ્કુલ ટ્રસ્ટને પ્રશસ્તિપત્ર એનાયત કરી આભાર વ્યક્ત કર્યો હતો.

- text