મોરબી : અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા પાક વીમાના સર્વેની માહિતી સાર્વજનિક કરવા માંગ

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશને કૃષિ મંત્રી આર. સી. ફળદુને રજુઆત કરી

મોરબી : ગત ચોમાસા સિઝનમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતી ભારે વરસાદ થયો હતો, જેના કારણે ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ ખરીફ શિઝનના પાકોનું બે બે વાર ઘોવાણ થઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું હતું. જો કે સરકારે અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. પણ વીમા કંપનીની બેજવાબદાર નીતિઓના કારણે ખેડૂતો માટે મુશ્કેલીઓ ઉભી થઇ છે. ત્યારે અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા પાક વીમાના સર્વેની માહિતી સાર્વજનિક કરવા માંગ કરાઈ છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને રજુઆત કરી હતી કે, સરકારની ખેડૂત વિરોધી નીતિ અને વીમા કંપનીઓને લાભ કરાવવાની નેમના કારણે આ નિષ્ફળ ગયેલ પાકો માટે કોઈ સર્વે કરાવવામાં આવ્યું ન હતું. ઉલ્ટાનું ખેડૂતોને અરજી કરો એ પણ ૭૨ કલાકમાં આવા ફતવાઓ બહાર પાડીને પરેશાન કરવામાં આવતા હતા. જે સરકારના ફતવાઓથી કંટાળીને ખેડૂતોએ રાહ જોયા વગર પોતાના પાકોનું ત્રીજી વાર પણ વાવેતર કરેલ હતું, તેવું લોકો કહી રહ્યા છે.

આમ જોવા કઈ એ તો આ પાકો માટે અતિવુર્ષ્ટિ ના કારણે વગર સર્વે કર્યે વીમો આપવો જોઈએ, તેવી માગણી ખેડૂતો તરફથી વારંવાર થઈ હોવા છતા સરકારના પેટનું પાણી પણ હલ્યું નથી અને વીમા કપનીઓને ફાયદો થાય તેવા કર્યો સરકારે કરેલ છે, તેવું પણ લોકો કહી રહ્યા છે. આમ છતા સરકાર રાહત પેકેજ જાહેર કરીને એ વાત તો આડકતરી રીતે સ્વીકારી છે કે ખેડૂતોના પાકો ધોવાઈને નિષ્ફળ ગયા છે. જેના માટે સરકાર વળતર પણ ચૂકવવાની છે. જો વળતર ચૂકવવાનું થતું હોય તો પાક નિષ્ફળ જ ગણાય અને આવા સંજોગોમાં વીમો કેમ ના મળે તે પણ એક પ્રશ્ન છે. હાલમાં કંપનીયો દ્વારા આચરવામાં આવતું કોભાડનો પર્દાફાશ થયો છે.

- text

વીમા કંપનીઑ ખોટા સર્વે રિપોર્ટના આધારે ખેડૂતોને પાક વિમો ચૂકવતી નથી એવા આધાર પુરાવા સાથેની કરિયાદો પણ કોઈ સભળતું નથી. તેથી, ખેડૂતોને યોગ્ય ન્યાય મળી રહે તે માટે જિલ્લા લેવલની સર્વે માટેની કમિટી સાર્વજનીક કરવી, તાલુકા લેવલની સર્વે માટેની કમિટી સાર્વજનીક કરવી, ગ્રામ્ય લેવલની કમિટી સાર્વજનીક કરવી, વીમા કંપની દ્વારા કરવામાં આવેલ સર્વે રિપોર્ટ સાર્વજનીક જે તે ગામમાં કરવા તેમજ કમિટીના નામો જાહેર કરી દરેક ગામની પંચાયતમાં તેના લિસ્ટ નોટિસ બોર્ડ પર મુકવા રિપોર્ટને આધારે કઈ રીતે વીમો આપવાની ગણતરી કરવામાં આવે છે. તે દરેક ગામમાં સાર્વજનીક કરવાની માંગ કરી છે. આ બાબતે જો વહેલાસર યોગ્ય કરવામાં નહિ આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારમાં દરેક ગામના ખેડૂતોને શાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

- text