મોરબી : જેતપરની સગીરાના અપહરણ-દુષ્કર્મનો આરોપી સામેથી પોલીસના શરણે આવ્યો

- text


મોરબી : જેતપર ગામની સગીરાનું દુષ્કર્મ કરવાના ઇરાદે એક સપ્તાહ પહેલા થયેલા અપહરણ બાદ સગીરા તેના ઘેર પરત ફરતા પરિવારે સગીરા પાસેથી તે એટલા દિવસો દરમ્યાન ક્યાં હતી , તેની સાથે શુ બન્યું સહિતની વિગતો જાણી હતી. જેમાં સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારાયું હોવાનું સામે આવતા પરિવારે તાલુકા પો.મથકમાં અપહરણ, બળાત્કાર, પોકસો અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો. પોલીસ આ બાબતે તપાસ કરી રહી હતી એ દરમ્યાન આરોપી સામેથી પોલીસ સમક્ષ રજુ થતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર ગામની એક સગીરાનું 31 ડિસેમ્બરના રોજ પાવડીયારી કેનાલ પાસેથી અપહરણ થયું હતું. આ બનાવ અંગે 7 જાન્યુઆરીના રોજ મોરબી તા.પો.મથકમાં અપહરણ, બળાત્કાર, પોકસો અને એટ્રોસિટી એક્ટ મુજબ સદામહુશેન ઇબ્રાહિમ ઉર્ફે અબ્દુલ શાહમદાર ફકીર ઉં.વ. 24 રહે. મોરબી લીલાપર રોડ, મહાદેવ નળીયાના કારખાનાની ઓરડીમાં વિરુદ્ધ સગીરાના પરિવારે ગુન્હો નોંધાવ્યો હતો. જો કે સગીરા થોડા દિવસ પહેલા તેની જાતે જ ઘેર પહોંચી હતી. ત્યારે પરિવારને તેની સાથે ઘટિત ઘટનાઓ જાણમાં આવી હતી.

- text

આ બનાવની તપાસ SCST સેલના વડા DYSP એમ.આઈ.પઠાણ તેમજ રાઇટર યુવરાજસિંહ જાડેજા ચલાવી રહ્યા હતા. ત્યારે પોલીસની ભીંસ વધતા ઉપરોક્ત ગુન્હાનો આરોપી સદામહુશેન શાહમદાર પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text