મોરબી : ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધ ઉપર છરીથી હુમલો

- text


એક શખ્સ સામે સીટી બી ડિવિઝનમાં ગુનો નોંધાયો

મોરબી : મોરબીના વીસીપરા કુલીનગર-૨ ચોકમાં ગાળો બોલવાની ના પાડતા એક શખ્સે વૃદ્ધ પર છરીથી હુમલો કર્યો હતો.બાદમાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવ અંગે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી હબીબભાઇ ધનાભાઇ જામ ઉ.વ.૬૬ રહે. મોરબી વીસીપરા કુલીનગર-૨ ચોકમાં વાળાએ ઇમરાનભાઇ અબ્દુલભાઇ જેડા રહે. મોરબીવીસીપરા કુલીનગર-૨ સામે મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૧૪ના રોજ મોરબી વીસીપરા કુલીનગર-૨ ચોકમાં આરોપીના પત્ની ગાળો બોલતા હોય જેથી ફરીયાદીના પત્ની સમજાવવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી છરીથી ફરીયાદી ઉપર હુમલો કર્યો હતો.બાદમાં આ બનાવ અંગે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text