મોરબીમાં દુકાનમાંથી રૂ. 20 હજારની રોકડ તેમજ બાઇકની ચોરી કરનાર બે શખ્સ ધ્રોલથી પકડાયા

- text


ધ્રોલ પોલીસે બન્ને શખ્સોની કડક પૂછતાછ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના બે સહીત કુલ ચાર ગુનાના ભેદ ઉકેલાયા

મોરબી : મોરબીના રંગપર બેલા ગામેથી ત્રણેક મહિના પૂર્વે દુકાનમાંથી રૂ. 20 હજારની રોકડની થયેલ ચોરી તેમજ હરિપર કેરાળા ગામેથી બાઇકની થયેલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ કામના બન્ને આરોપીઓને ધ્રોલ પોલીસે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ધ્રોલ પોલીસે પેમાભાઈ વેસ્તાભાઈ ડાવર ઉ.વ.25 અને પ્રકાશભાઈ વેસ્તાભાઈ ડાવર ઉ.વ.21 રહે.બન્ને હાલ મોટા વાગુદડ મૂળ અલીરાજપુર, એમપીવાળાને પકડી પાડી તેઓ પાસેથી ચાંદીના છડા, ઘૂઘરી મળી રૂ. 10,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બન્ને શખ્સોની પોલીસે પૂછપરછ કરતા તેઓએ આ મુદામાલની ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું.

- text

આ સાથે તેઓએ ધ્રોલ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જીજે 03 એડી 5160 નંબરનું બાઇક અને મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં હરિપર કેરાળા ગામ પાસેથી આઠેક દિવસ પહેલા જીજે 03 ઇડી 2355 નંબરનું બાઇક ચોરી કરેલ હોવાની કેફિયત આપી હતી. આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં રંગપર બેલા ગામે ત્રણેક મહિના પૂર્વે એક દુકાનમાંથી રૂ. 20 હજારની રોકડ પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.

- text