પાક વીમાની અરજી રદ થતા હળવદના ખેડૂતો મંગળવારે મામલતદાર આવેદન આપશે

- text


હળવદ : કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોના પાકને નુકશાન થયેલ હતું, તેવા ખેડૂતોએ સરકારે જાહેર કરેલ 72 કલાકની નિયત સમય મર્યાદામાં અરજીઓ ટોલ ફ્રી નંબર પર ઓનલાઇન, વીમા કંપનીની ઓફિસે, તાલુકા પંચાયતમાં જમા કરાવી દીધેલ હતી. પરંતુ રાજ્ય સરકાર તથા પાકવીમા કંપનીઓ તરફથી “તમારી અરજી નિયત સમય મર્યાદામાં મળેલ ન હોય, આપનો દાવો રદ્દ કરવામાં આવે છે” જેવી નોટિસો હળવદ તાલુકાના અરજી કરનાર ખેડૂતને મળેલ છે, જેના પરથી એવું લાગે છે કે સરકારે ખેડૂતો પ્રત્યેની જવાબદારીથી હાથ ઊંચા કરી લીધા છે. તેથી, હલવદના ખેડૂતો કાયદાકીય લડત કરી શકાય તે માટે આગામી તારીખ 21/01/2020 ને મંગળવાર સવારના 10.30 વાગ્યે મામલતદાર કચેરી હળવદ ખાતે આવેદનપત્ર આપી, પાક વીમા કંપની સામે પગલાં લેવા અને ખેડૂતોના પાકને થયેલ પાક નુક્શાનીનું વળતરની માંગ કરશે. આ લડતને મજબૂત કરવા ખેડૂત આગેવાન રતનસિંહ ડોડીયા, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયા અને અન્ય ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text