મોરબીના પેપરમિલ ઉધોગ માટે કોમન કલેક્શનની જગ્યા ફાળવવા માંગણી

- text


મોરબી પેપરમિલ એસોસિએશને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : મોરબીમાં સીરામીક ઉધોગની જેમ પેપરમિલ ઉધોગ પણ વિકસિત થઈ રહ્યો છે. ત્યારે આ પેપરમિલ ઉધોગને વધુ વિકસિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. આથી, મોરબી પેપરમિલ એસોસિએશને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પેપરમિલ ઉધોગ માટે કોમન કલેક્શનની જગ્યા ફાળવવા માંગણી કરી છે.

- text

મોરબી પેપરમિલ ઉધોગ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ ફુલતરિયા સહિતના ઉધોગકારોએ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, મોરબીના સીરામીક ઉધોગની સાથે અન્ય ઉધોગનો પણ વિકાસ થયો છે. જેમાં મોરબીમાં પેપરમિલ ઉધોગનો પણ સારો એવો વિકાસ થયો છે. હાલમાં 50 થઈ વધુ પેપરમિલ ઉધોગ કાર્યરત છે અને દરરોજનું ઉત્પાદન 7500 એમટી છે. એટલે કે વાર્ષિક 22 લાખ ટન પેપરનું ઉત્પાદન કરે છે. દેશમાં કોઈપણ જાતના પેપર વેસ્ટ નીકળે એનું રિસાયકલીગ કરે છે. વડાપ્રધાન મોદીના સફાઈ અભિયાનમાં મહત્વનું યોગદાન આપે છે. ભારત દેશમાં કુલ પેપર ઉત્પાદનમાં 30 ટકા પેપર ગુજરાતમાં બને છે.અને તેમાં ભારતમાં પેપર ઉત્પાદનનો 10 ટકા હિસ્સો મોરબીનો છે. જે સમગ્ર ભારતમાં મોટો પેપરિઝોન ઉધોગ મોરબીમાં આવેલો છે. ત્યારે મોરબીમાં પેપર ઉત્પાદનમાં પેપર વેસ્ટ પલ્પર કર્યા બાદ જે પેપર ઉપરનું પ્લાસ્ટિક હોય તે પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. આ રીતે મોરબીમાં પેપર ઉત્પાદનમાં પેપરમિલોમાંથી રોજનું 100 ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જેમાં 40 ટકા પાણીનો હિસ્સો હોય છે. આ પ્લાસ્ટિક વેસ્ટ પોલ્યુશનના નિયમ અનુસાર પેપરમિલ ઉધોગોએ સિમેન્ટ ઉધોગ સાથે એમઓયુ કરેલા છે. આથી, આ પ્લાસ્ટિક માટે ત્રણ જગ્યા ફળવો જે કોમન ફેસિલિટી તરીકે ઉપયોગમાં લઇ શકાય અને ત્યાંથી સિમેન્ટ ઉધોગમાં સપ્લાય કરી શકીએ તેવી પેપરમિલ ઉધોગકારોએ માંગ કરી હતી.

- text