ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા 1500થી વધુ જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રો પુરા પડાયા

- text


ગરીબ મહિલાઓ-બાળકોને જનરલ વસ્ત્રો તેમજ ગરમ વસ્ત્રોનું સન્માનપૂર્વક વિતરણ કરાયું :

મોરબી : સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા ગત તારીખ 8 અને 9 જાન્યુઆરી દરમ્યાન ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારોને જનરલ વસ્ત્રો તેમજ ગરમ વસ્ત્રોનું વિતરણ કરાયું હતું.

ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પાછલા એક માસથી લોકો પાસેથી એવા વસ્ત્રોનું દાન સ્વીકાર્યું હતું કે જે વસ્ત્રો સારી કન્ડિશનમાં હોય પણ જે-તે લોકો માટે વધારાના કે બિનઉપયોગી બની ગયા હોય. આવા વસ્ત્રોનું કલેક્શન કરી તેમજ કલબના સભ્યો દ્વારા નવા વસ્ત્રોની ખરીદી કરી આશરે 1500 જેટલા જરૂરિયાતમંદ લોકોને સન્માનપૂર્વક વસ્ત્રદાન અપાયું હતું.

- text

આ વસ્ત્રદાનનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, નગરપાલિકા સદસ્ય દીપકભાઈ પોપટ, વાય.બી.જાડેજાના હસ્તે ટાઉનહોલ ખાતેથી કરવામાં આવ્યો હતો. કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી, ઘનશ્યામભાઈ અઘારા, અશોકભાઈ જોષી, કેતનભાઈ મહેતા, કિશોરભાઈ પલાણ, હિતેષભાઈ રવેસિયા, દિલીપભાઈ રવેશિયા સહિતના સભ્યોએ આ કાર્ય માટે ભારે જહેમત ઉઠાવી હતી.

- text