હળવદમાં ISRO દ્વારા સ્પેસ એક્ઝિબિશન યોજાશે

- text


હળવદ : ડો. વિક્રમ સારાભાઈની 100મી જન્મ જયંતિ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ઝાલાવાડની ધરતી પર બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય તે હેતુથી હળવદના રાણેકપર રોડ પર આવેલ મહર્ષિ ગુરુકુળ કેમ્પસ ખાતે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શન આગામી 17 અને 18 જાન્યુઆરીના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. જેમાં ISRO દ્વારા લોકો માટે કેટલાક સેટેલાઇટ, રોકેટ લોન્ચર, સ્પેસ વ્હિકલ, અંતરિક્ષ ડોક્યુમેન્ટરી સહિતના મુખ્ય આકર્ષણ કેન્દ્રો રજુ કરવામાં આવશે. આ પ્રદર્શનનો લાભ લેવા માટે મહર્ષિ ગુરુકુળ કેમ્પસ દ્વારા શહેરીજનોને આમંત્રણ આપવામાં આવેલ છે.

- text