મોરબીમાં મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા કાલે ગુરૂવારે શાંતિયજ્ઞ

મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજની બોર્ડીંગની જગ્યામાં આવતીકાલે તા. 16ના રોજ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ બપોરે 4 કલાકે પૂર્ણ થશે. આ દરમિયાન સવારે 10 વાગ્યે ધર્મસભા તેમજ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યજ્ઞ આચાર્ય શાસ્ત્રી વિપુલભાઈ દ્વારા કરવામાં આવશે. યજ્ઞના મુખ્ય યજમાન પદે હર્ષદભાઈ પોલાભાઈ ટમારિયા તેમજ અન્ય પાટવાળા યજમાન તરીકે પેથાભાઇ હીરાભાઈ બાર, લક્ષ્મણભાઈ મોનાભાઈ અજાણા, જીવણભાઈ કમાભાઈ ટમારિયા, અમરાભાઈ ગોવિંદભાઇ સાવધાર અમે વરંજાગભાઈ કરણાભાઈ અજાણા રહ્યા છે. આ યજ્ઞમાં પૂ. કનિરામદાસજી ગુરૂ કલ્યાણદાસજી મહારાજ, પૂ. રામબાલકદાસજી ગુરૂ પુરણદાસજી મહારાજ, પૂ. બંસીદાસ બાપુ ગુરૂ જીણારામ બાપુ, ભુવા આતા નારણઆતા અને ભુવા આતા સવાઆતા ઉપસ્થિત રહેવાના છે.