રાજકોટિયાના પ્રયાસો બાદ લતીપર ચોકડીએ ડાયવરઝનની સમસ્યાનો નિવેડો હાથવેંતમાં

- text


ઓવરબ્રિજના ડાઇવર્ઝન બાબતે રાજકોટીયા મેદાનમાં ઉતરતા બે દિવસથી દિવસ-રાત જોયા વગર કોન્ટ્રાક્ટરો કામે વળગયા :

ટંકારા : ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રિજનું કામ અણધડ ચાલુ હોય જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ વૈકલ્પિક ડાયવર્ઝન કે સોલ્ડર વે બ્રિજ બનાવ્યા વગર મુસાફરોને આડેધડ વાહન ચલાવવા મજબૂર કરવામાં આવતા સ્થાનિકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. ધૂળની ડમરી અને ટ્રાફિક જામથી રાહદારીઓ રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હોય જેની અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં અંતે લડાયક નેતાની છાપ ધરાવતા જીલ્લા પંચાયતના મહેશ રાજકોટિયાને રજુઆત કરતા રાજકોટીયાએ રોડ વિભાગના રાજકોટના અધિકારી સોલંકી સાથે તાત્કાલિક ટેલીફોનિક સંપર્ક સાધી ત્વરિત ગતિએ ડાયવર્ઝન બનાવવા સુચના આપી હતી અને જો બે દિવસમાં કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો જામનગર-કચ્છ- રાજકોટ-મોરબીને જોડતો નેશનલ હાઈવે ટંકારા પાસેથી આવન જાવન બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હોય વિભાગીય વડાએ તાત્કાલિક આ બાબતની ગંભીરતા પારખી કોન્ટ્રાક્ટરને આડેહાથ લઈ તરત જ કામ કરવા સૂચના આપી હતી. હાલ રોડની બન્ને સાઈડ ડાયવર્ઝન બનાવવાની કામગીરી રાત-દિવસ જોયા વગર હાથ ધરાઇ છે જેને પગલે રાહદારીને હેરાનગતિમાથી ટૂંક સમયમાં મુક્તિ મળશે.

- text