હળવદ : વિદેશી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો

- text


હળવદ : હળવદ પોલીસ દ્વારા વિદેશી દારૂની પાર્ટી સ્પેશિયલ કંપનીની બોટલો નંગ 210 તથા એક મહેન્દ્રા મેક્ષ પીક-અપ ગાડી સાથે કી.રૂ. 2,63,000/-નો કુલ મુદામાલ સહીત આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગઈકાલે તા. 14 જાન્યુઆરીના રોજ માળીયાથી દેવાળીયા તરફ એક મહેન્દ્રા મેક્ષ પીક-અપ ગાડી ઘાસના કચરા નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ભરી દેવાળીયા તરફ આવવાની છે, જે હકીકત આધારે હળવદ પોલીસ દ્વારા દેવાળીયા ચોકડી પાસે વોચ તપાસમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં પાર્ટી સ્પેશ્યલ કંપનીની બોટલ નંગ 210, કી.રૂ. 63,000 તથા એક મહેન્દ્રા મેક્ષ પીક-અપ ગાડી કી.રૂ. 2,00,000 સહીત કુલ મુદ્દામાલ કી.રૂ. 2,63,000નો મળી આવતા આરોપી ડ્રાયવર દિનેશ કેયણાભાઈ પરમાર (ઉ.વ. 30, ધંધો ડ્રાંઇવિંગ, રહે. નવાપુરા પલસવા, તા. રાપર, જી. કચ્છ (ભુજ)ને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવમાં હળવદ પોલીસ દ્વારા અન્ય સહઆરોપીની શોધખોળ ચાલુ છે.

- text