મોરબીના રામધન આશ્રમમાં ગૌશાળાની ગાયને ડો. ભાડજા દ્વારા નવજીવન

મોરબી : રામધન આશ્રમમાં ગૌશાળાની એક ગોપી નામની ગાયની તબિયત સિરિયસ થઈ ગઈ હતી ત્યારે મોરબીના સેવાભાવી ડો. ભાડજા સાહેબે તાત્કાલિક આશ્રમે પહોંચી જઈ ગાયની સારવાર શરૂ કરી ગાયને બચાવી લીધી હતી.ગૌશાળાની ગાયને નવજીવન આપવા બદલ રામધન આશ્રમ દ્વારા ડોક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.