જેતપરમાં યુવા બાલાજી ગ્રુપ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે ગરીબોને જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું

મોરબી : જેતપર ગામના યુવા બાલાજી ગ્રુપ દ્વારા ઉતરાયણના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. યુવા બાલાજી ગ્રુપ દ્વારા ગામ લોકોના જૂના કપડા ભેગા કરીને આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને જૂના તથા નવા કપડાં, ચંપલ, સાલ, ધાબળા અને નાસ્તાની વહેચણી કરવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે જેતપર ગામના લોકોનો સાથ અને સહકાર આપવા બદલ યુવા બાલાજી ગ્રુપએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.