સજનપરમાં ઉત્તરાયણ નિમિત્તે બજરંગ ઈલેવન વ્યસન મુક્ત ગ્રુપએ બાળકોને નાસ્તો કરાવ્યો

મોરબી : હિંદુ પરંપરામાં મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનો અનેરો મહિમા છે. આથી, વિવિધ સંસ્થાઓ દ્વારા દાન કે જરૂરી ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે સજનપર ગામમાં ઉત્તરાયણ નિમિત્તે બજરંગ ઈલેવન વ્યસન મુક્ત ગ્રુપએ આશરે 350થી વધુ બાળકોને પફ તથા સેન્ડવિચનો નાસ્તો કરાવ્યો હતો. જેથી, બાળકોના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે બજરંગ ઇલેવન વ્યસન મુક્ત ગ્રુપનો મુખ્ય ધ્યેય લોકોને વ્યસન મુક્ત બનાવવા તથા કોઈપણ કુદરતી આપત્તિ સમયે મદદરૂપ બની માનવતા મહેકાવવાનો છે.