મોરબીમાં ઉમિયા માનવ મંદિરના કાર્યકરોની મીટીંગ યોજાઈ

- text


ઉમિયા માનવ મંદિરના નિર્માણ માટે રૂપિયા સોળ લાખના દાનની ટ્રસ્ટીઓએ જાહેરાત કરી

મોરબી : મોરબીમાં આવેલ ઉમિયા માનવ સેવા મંડળનો મુખ્ય હેતુ સમાજના ગરીબ પરિવારને મદદ કરવી, માસિક સહાય અર્પણ કરવી, ગરીબ પરિવારોને દર વર્ષે કપડાં,રાશન પુરા પાડવા અને સમાજમાં માનભર્યું જીવન જીવી શકે એવા પ્રકલ્પો હાથ ધરવામાં ધરવાનો છે.

તે માટે લજાઈ પાસે ભીમનાથ મંદિરની બાજુમાં માનવ મંદિર માટે સરકારએ વીસ વીઘા જમીન ફાળવેલ છે. એમાં કુલ 200 લાભાર્થીઓ રહી શકે એવું 100 રૂમવાળું માનવ મંદિર કે જેમાં એક રૂમમાં બે લાભાર્થીઓનો સમાવેશ કરી શકાય એવું સુવિધાસભર માનવ મંદિર નિર્માણ પામી રહ્યું છે. હાલ આ જગ્યામાં મોરમ, માટીનું પુરાણ થઈ ગયું છે અને હાલ સિમેન્ટના ગળદા બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારબાદ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

- text

આથી, ગઈકાલે ઉમિયા માનવ મંદિરના કાર્યકરોની મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં ટ્રસ્ટની રચનાનો હેતુ તથા અત્યાર સુધી ટ્રસ્ટ દ્વારા થયેલા કાર્યોની માહિતી પ્રમુખ પોપટભાઈ કગથરાએ માહિતી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના દરેક ગામોમાં હાલ ઉમિયા સમિતિ કાર્યરત છે. જેમાં 1100 સભ્યો કાર્યરત છે પણ પાટીદાર સમાજનો મોટો ભાગ શહેરી વિસ્તારમાં રહેતો હોય, ટ્રસ્ટની કામગીરી ઉમિયા માનવ મંદિરની નિર્માણના પ્રકલ્પની શહેરીજનોને ખ્યાલ ન હોય, જાણકારી ન હોય એવી શક્યતા હોવાથી મકરસંક્રાંતિના દિવસે શહેરી વિસ્તારમાં સોસાયટી વાઈઝ ઉમિયા સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં 400 જેટલા સભ્યોની નિમણુંક કરવામાં આવી, આઈ.કાર્ડ અર્પણ કરવામાં આવ્યા અને દરેક પાટીદારોના ઘરે માનવ મંદિરના નિર્માણની “સર્વ જન સુખાય,સર્વ જન હિતાય”ની પ્રવૃત્તિ લોકો સુધી પહોંચે અને દરેક પાટીદારના ઘરમાંથી માનવ મંદિરના નિર્માણ માટે ‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી મળે’ છેલ્લી બાકી સવા રૂપિયો પણ મળે તો દરેકને એવું લાગે કે આ માનવ મંદિર આપણું છે, એ માટે તમામ હાજર 400 જેટલા સભ્યોએ માતાજી સમક્ષ નીર્ધાર વ્યકત કર્યો હતો. આમ, શહેરી વિસ્તારની ઉમિયા સમિતિની મીટીંગ સફળ રહી હતી અને ગોપાલભાઈ ચારોલા ઉપપ્રમુખ તેમજ પોપટભાઈ ગોઠી, મંત્રી ઉમિયા માનવ સેવા મંડળ, ઠાકરશીભાઈ ક્લોલા,ચંદુભાઈ કુંડારિયા વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

- text