વાંકાનેર : બાઇક હડફેટે બાળકી ચડી જતા બે જૂથ વચ્ચે બઘડાટી : સામસામી ફરિયાદ

બન્ને જૂથે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગમે5 બાઇકની હડફેટે બાળકી ચડી જતા બબાલ થવાથી જોતાજોતાંમાં બન્ને પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા અને બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. બાદમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જેનમબેન નીજામભાઇ માથકીયા ઉવ.૩૨ રહે મોટા ભોજપરા તા.વાંકાનેર વાળીએ આરોપીઓ રોહીત રાજેશભાઇ કોળી , જયેશ કાળુભાઇ , આનંદભાઇ , હષૅદ રતીલાલ , શૈલેષ વાલજીભાઇ ,વીક્રમ રહે બધા મોટા ભોજપરા તા.વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી હતી કે ,તા.૧૩ ના રોજ મોટા ભોજપરા ગામે આરોપીએ પોતાના હવાલાવાળું મોટર સાયકલ નં.GJ-36-P-3648 વાળું પુરઝડપે બેફીકરાઇથી ચલાવી ફરીયાદીની દીકરી મહેવીસ ઉવ.૩ વાળી શેરીમાં રમતી હોઇ તેને હડફેટે લઇ પછાડી દઇ હાથે પગે નાની મોટી ઇજા કરી ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી મોટર સાયકલ ચલાવવા વાળો તેના પક્ષના સહઆરોપીઓને ત્યાં ઝઘડો કરવાના ઇરાદે બોલાવી લાવી લાકડીઓ તેમજ પાઇપો સાથે આવી સાહેદ રીજવાનાને એક માણસે લાફો મારી તેમજ સાહેદ રીયાઝ એહમદ તથા એજાઝ એહમદ ને ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો.

જ્યારે સામાપક્ષના રજનીક ઉર્ફે રોહીત રાજેશભાઇ વીંજવાડીયા ઉવ.૧૬ વાળાએ આરોપીઓ નીજામ ઇસ્માઇલભાઇ , નીજામનો નાનો ભાઇ , અબ્બાસ ઇબ્રાહીમભાઇ ,જેનમબેન નીજામભાઇ માથકીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે , ફરીયાદી તથા સાહેદ હીતેશ પ્રેમજી વીંજવાડીયા આરોપીના ઘર પાસે થી મોટર સાયકલ લઇને નીકળ્યા હોય આ મોટર સાયકલ સાહેદ હીતેશ પ્રેમજી વીંજવાડીયા ચલાવતો હતો તેનાથી આરોપીની દીકરી મહેવીસ ઉ.વ.૩ ની શેરીમાં રમતા રમતા હડફેટે આવી જતા મોટર સાયકલ ચલાવવા વાળો ભાગી જતા ફરીયાદી પકડાઇ જતા ફરીયાદીને આરોપીઓએ ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇસ્માઇલભાઇના નાના છોકરાએ છુટ્ટા પાણાનો ઘા કરતા ફરીયાદીને ડાબા પગના પંજા પર લાગતા ઇજા થતા તેમજ બે-ત્રણ વખત મોટર સાયકલ પછાડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.