મોરબીના રંગપર ગામે સગીરાનો ગળેફાંસો ખાઈને આપઘાત

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સીરામીક ફેકટરીમાં સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ એલીઅન્ટ સીરામીક કારખાનાની ઓરડીમા રહેતી સુરમીયા મુન્નાભાઇ બારેલી ઉવ-૧૭ નામની સગીરાએ ગઈકાલે કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં તેણીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ આર.બી.વ્યાસ આગળની તપાસ ચલાવી રહ્યા છે.