મોરબી : પોલીસમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેજે તેમ કહી વકીલને ધમકી

મહિલા વકીલે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી વૃદ્ધને ઝડપી લીધો

મોરબી : મોરબીમાં અગાઉ પોલીસમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખીશ તેમ કહી વૃદ્ધે એડવોકેટને ધમકી આપ્યાની મહિલા વકીલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.એ ડિવિઝન પોલીસે મહિલા વકીલની ફરિયાદ પરથી તત્કાળ આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી પુષ્પાબેન કૌશિકભાઇ ભટ્ટ ઉ.વ. ૫૨ ધંધો વકીલાત રહે. વસંત પ્લોટ રવાપર રોડ મોરબી વાળાએ આરોપી મોહનભાઇ ડુંગરભાઇ ડાભી ઉ.વ.૬૮ રહે. વાઘપરા શેરી નં. ૭ મોરબી સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે, તા.૧૩ ના રોજ ચકીયા હનુમાન પાસે આવેલ કોમ્પલેક્ષમાં બનેલા આ બનાવમાં ફરીયાદીના પતિએ અગાઉ આરોપી વીરૂધ્ધ પોલીસ ફરીયાદ કરેલ હોય જેનો રાગદ્રેશ રાખી ગેરકાયદેસર પ્રવેશ કરી લાકડી લઇ આવી બીભીત્સ ગાળો આપી અગાઉ પોલીસમાં કરેલ ફરીયાદ પાછી ખેચી લેજે નહિતર જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી.આ બનાવની મહિલા પોલીસે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.