મોરબીમાં આજે ઉતરાયણે સાંસદ મોહનભાઇની આગેવાનીમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ

મોરબી યુવા જ્ઞાનોત્સવમાં પૂ.જ્ઞાનવત્સલ સ્વામીની હાંકલના પગલે રવાપર આસપાસ સઘન સફાઈ કરાઈ : સફાઈ અભિયાનમાં શહેરના યુવાનો, પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવમાં ગત રવિવારે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ મારુ મોરબી સ્વચ્છ મોરબી હેઠળ અભિયાન ચાલવીને શહેરને સ્વચ્છ રાખવાની હાકલ કરી હતી. આ સંતની વાણી સાંસદ મોહન કુંડરિયાના હદયને સ્પર્શતા તેઓએ મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની પહેલ કરી હતી.જેના ભાગ રૂપે આજે ઉત્તરાયણના પાવન પર્વ ઉપર મોરબી તાલુકા ભાજપ દ્વારા રવાપર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું.જેમાં શહેરના યુવાનો,પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને સઘન રીતે સફાઈ કરી હતી.

મોરબીમાં યુવાનોની શક્તિઓને સમાજ અને દેશના હિતમાં ઉપયોગ થાય અને વૈચારિક કાંતિ લાવવા માટે ત્રીદિવસીય યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવા જ્ઞાનોતસવના છેલ્લા દિવસે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ મોરબીને સ્વચ્છ બનાવવાની હાકલ કરી હતી અને ઉધોગકારો ચાહે તો મોરબી માત્ર એક અઠવાડિયામાં સ્વચ્છ બની શકે તેમ જણાવીને સૌને સ્વચ્છતાના પ્રણ લેવડાવ્યા હતા. તેમની પ્રેરણાથી પ્રેરાઈને રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મારુ મોરબી સ્વચ્છ મોરબીના ભાગ રૂપે સ્વચ્છતા અભિયાનની પહેલ કરી હતી.જેથી મોરબી તાલુકા ભાજપ દ્વારા આજે ઉત્તરાયણના દિવસે રવાપર ગામથી એવન્યુ પાર્કના માર્ગ સુધી અને પટેલ પાનથી નવા બસ સ્ટેન્ડના માર્ગ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ તથા મોટી સંખ્યા લોકોએ જોડાઈને સઘન રીતે સફાઈ કરી હતી.સાંસદ મોહનભાઈ સહિતના લોકોએ આજે સવારથી પાવડા તગરા લઈને શહેર બનાવવા મંડી પડ્યા હતા અને ભારે શ્રમદાન કરીને રવાપર આસપાસના વિસ્તારને ચોખોચણાક કરી નાખ્યો હતો.

આ સ્વચ્છતા અભિયાન અંગે સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું કે,આ સ્વચ્છતા અભિયાનમાં એન્ટિક માર્ગોનાઈટ પ્રા. લી. ગ્રુપ સહભાગી બન્યું હતું.વડાપ્રધાન મોદીના સ્વચ્છતા મિશન હેઠળ મોરબીમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તેમજ દરેક નાગરિકોમાં મારુ મોરબી સ્વચ્છ મોરબીની ભાવના જળવાઈ રહે તે માટે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીની પ્રેરણાથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ સફાઈ અભિયાનને ભારે પ્રતિસાદ મળ્યો હતો અને સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં શહેરના યુવાનો,પ્રબુદ્ધ નાગરિકો, ઉધોગપતિઓ, ચેમ્બર ઓફ કોમર્સનાવેપારીઓ જોડાઈને શહેરને સ્વચ્છ બનાવવા માટે ઝાડુ ઉઠાવ્યું હતું.લોકો જ્યાં ત્યાં કચરો ફેકીને શહેરને ગંદુ ન બનાવે તે માટે મારા તારાની નહિ પણ આપણાની ભાવના જગાવી મારુ મોરબી સ્વચ્છ કેમ રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા હતા. આ તકે તેમણે મારું મોરબી કાયમ સ્વચ્છ રહે તે માટે સ્વચ્છતા અભિયાનની પ્રક્રિયા નિરંતર હાથ ધરાશે.તેવું જણાવ્યું હતું.