મોડાસાની દુષ્કર્મ-હત્યાની ઘટના મામલે વાંકાનેરના અનુસૂચિત જાતિ સમાજે આવેદન આપ્યું

- text


યુવતી ઉપર દુષ્કર્મ ગુજરીને હત્યા કરનાર આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી

વાંકાનેર : મોડાસાની યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના જઘન્ય બનાવના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે આ ધૃણાસ્પદ બનાવ મામલે વકાનેર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ નાયબ કલેકટરને આવેદન આપ્યું હતું અને આરોપીઓને કડકમાં કડક સજા આપવાની ઉગ્ર માંગ કરી હતી.

- text

વકાનેર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ નાયબ કલેકટરને આવેદન આપીને ઉગ્ર રજુઆત કરી હતી કે ,તાજેતરમાં ગુજરાતના મોડાસામાં કોલેજમાં અભ્યાસ કરતી એક આશાસ્પદ યુવતીનું ચાર નરાધમો બળજબીરીથી અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી પર હેવાનીયતભર્યું દુષ્કર્મ ગુજાયું હતું.આટલે થી જ અટકતા આ હેવાનોને કાયદાનો કે પોલીસને કોઈ ડર જ ન હોય તેમ આ નરાધમોએ યુવતીની નિર્દયતાથી હત્યા કરીને બહેરમીપૂર્વક ઝાડ ઉપર લટાકવી દીધી હતી.બાદમાં ત્યાંના જવાબદાર પોલીસ અધિકારીએ જાણે ગુનેગારોને છાવરતા હોય તેમ આ ગંભીર બનાવની તાત્કાલિક ફરિયાદ નોંધીને ઝડપી કાર્યવાહી કરવાને બદલે ગુનાહિત બેદરકારી દાખવી હતી.આથી તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.જોકે સરકાર ગાઈ વગાડીને કહે છે ગુજરાતમાં સબ સલામત છે.પણ આવા ગંભીર બનાવો સરકારના આ દાવાને પાયાવિહોણો ઠરાવે છે.તેવું કહીને અનુસૂચિત સમાજના લોકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી આ ગંભીર બનાવોના ગુનેગારને કડકમાં કડક દાખલારૂપ સજા કરવાની માંગ કરી હતી.

- text