મોરબીમાં NSUI દ્વારા શહેર પ્રમુખ અને કોલેજ પ્રમુખની વરણી

- text


મોરબી : ક્વોલિટી અને ઇ-કવોલોટીના પ્રોગ્રામિંગ હેઠળ પ્રદેશ પ્રમુખ મહિપાલ ગઢવીની સૂચના અનુસાર મોરબી શહેર NSUI ના પ્રમુખ તરીકે વિશ્વજીતસિંહ જાડેજા તથા કોલેજ NSUI પ્રમુખ તરીકે હરપાલસિંહ પરમારની નિમણુક કરવામાં આવી છે. તેમની સાથે જ કોલેજમાં ૧૯ હોદેદારોની પણ નિમણુક કરવામાં આવી છે. આ બન્ને હોદેદારોને મોરબી જીલ્લા NSUI દેવેન્દ્રસિંહ જાડેજાએ અભિનંદન આપી સંગઠન અને પક્ષની વિચાર ધારાને મજબૂત કરી દરેક જન સુધી પહોચાડી વિદ્યાર્થીઓના હિત માટે વાચા આપવા તત્પર રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

- text