નવયુગ વિદ્યાલયના છાત્રોએ શેરડી, ઝીંઝરા, બોર અને સંતરાથી વિશાળકાય પતંગ બનાવી

- text


પતંગ બનાવ્યા બાદ તમામ વસ્તુઓનું જરૂરિયાતમંદોને વિતરણ

મોરબી : મોરબી જિલ્લા શિક્ષણ જગતમાં હરહંમેશ કંઈક નવું આપનાર નવયુગના વિદ્યાથીઓએ મકર સંક્રાતિના પર્વને અનુરૂપ શેરડી, ઝીંઝરા, બોર, સંતરા વગેરેની વિશાળકાય પતંગ બનાવી હતી. આ સાથે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મકર સંક્રાતિનું પૌરાણિક મહત્વ સમજાવેલ અને સાથે–સાથે વિદ્યાથીઓને ચાઇનીઝ દોરા, તુકલ ઉપયોગમાં ન લેવા તેમજ પતંગ ચગાવતી વખતે કેવા-કેવા પ્રકારની કાળજી લેવી તથા આકાશમાં ઉડતા પક્ષીઓ  દોરાથી ઈજાગ્રસ્ત ન થાય તેવી જીવદયા રાખવાની ખાસ વાત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વિશાળકાય પતંગ દ્વારા વિદ્યાથીઓ તેમજ વાલીગણમાં અનેરું આકર્ષણ જન્માવેલ. અંતે આ પતંગમાં ઉપયોગમાં લેવાયેલ શેરડી, ઝીઝરાં, બોર વગેરે – જરૂરિયાતમંદ ઝૂંપડપટી વિસ્તારના નાના બાળકોને હર્ષભેર વિતરણ કરી તેની સાથે આ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી.જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયાએ સૌને પ્રોત્સાહિત કરી, બિરદાવી સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવેલ હતી.

- text