વાંકાનેરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહનું ઉદ્દઘાટન કરાયું

- text


વાંકાનેર : વાંકાનેર પાસે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે ૩૧માં રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય અતિથિ રાઠોડ સાહેબ (પી.આઇ. વાંકાનેર), ત્રિલોકનાથ ચોબે (ટીમ લીડર, એન.એચ.એ.આઇ.), ટોલ મેનેજર સંજય નાક્તી સાહેબ, ઈન્સીડેન્ટ મેનેજર સુહાષ જોશી સાહેબ, રન્જન રાય સાહેબ તથા અન્ય સ્ટાફની હાજરીમાં સેફ્ટી ધ્વજારોહણ, દીપ પ્રાગટ્ય તેમજ પૂરા સ્ટાફ દ્વારા મહેમાનો સાથે રોડ સેફ્ટી માટે શપથ લેવામાં આવ્યા હતા. તેમજ આ સડક સુરક્ષા સપ્તાહના ભાગ રૂપે ટીમ દ્વારા ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકોને સેફ્ટીના પેમફલેટ આપી જાગૃત કરાયા હતા અને વાહનોમાં રેડિયમ લગાવવામાં આવ્યા હતા.

- text

આ સપ્તાહ દરમિયાન વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે વાહનચાલકો માટે તા.૧૩ જાન્યુઆરીએ મેડિકલ કેમ્પ, તા. ૧૫ જાન્યુઆરીએ આંખ નિદાન કેમ્પ તેમજ ટીમ દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ અશોકા બીલ્ડકોન લીમીટેડ કંપની દ્વારા ઇન્ડિયા સ્પિકસ ફોર રોડ સેફ્ટી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કંપનીની વેબસાઇટ WWW.ASHOKAROADSAFETY.COM/my-suggestion.php પર રોડ સેફ્ટી માટે સજેસન કરવા માટે ભારતના તમામ નાગરિકોને સૂચિત કરવામાં આવ્યા છે.

- text