મોરબી : સદગતને ખરી શ્રદ્ધાંજલિ, બેસણામાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને જારનું વિતરણ

મોરબી : સામાન્ય રીતે સ્નેહીજનના અવસાન બાદ લોકો બેસણામાં પરિવારને સાંત્વના પાઠવીને ચાલ્યા જતા હોય તેવો ઘટનાક્રમ જોવા મળતો હોય છે. પરંતુ મોરબીના વારેવડીયા પરિવાર દ્વારા સેવાકાર્યનો અનોખો ચીલો ચાતરવામાં આવ્યો છે. આ પરિવારે દુઃખમાં પણ પક્ષીઓની ચિંતા કરીને બેસણામાં આવનાર તમામને પાણીના કુંડા અને જારનું વિતરણ કર્યું હતું. મોરબીના સામાંકાઠે શોભેશ્વર મેઈન રોડ, સરકારી કર્મચારી ખાતે રહેતા પ્રભાતભાઈ લાલજીભાઈ વારેવડીયાનું તા. 11ના રોજ અવસાન થયેલ હતું. બાદમાં આજે તા.13ના રોજ તેમના નિવાસસ્થાને બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણામાં તેમના પુત્રો લાભુભાઇ, રાજેશભાઇ, મુકેશભાઈ, મહેન્દ્રભાઈ અને શૈલેષભાઇ દ્વારા તમામ લોકોને પક્ષીઓ માટેના પાણીના કુંડા અને જારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, વારેવડીયા પરિવારે તેમના સ્વજનને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવીને સમાજને ઉત્તમ દ્રષ્ટાંત પૂરૂ પાડ્યું છે.