મોરબી-માળીયા (મી.)ની સમસ્યાઓ નિવારવા ધારાસભ્ય મેરજાએ વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવ્યા

- text


મોરબી : મોરબી-માળીયા (મી.)ની સમસ્યાઓ નિવારવા માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવ્યા હતા.

મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં જુદા-જુદા અતારાંકિત પ્રશ્નો જેવા કે માળીયા (મી.) ખાતે એસ.ટી. ડેપોની સુવિધા મળે તે માટે વાહન વ્યવહાર મંત્રીને પ્રશ્ન પૂછેલો તેના જવાબમાં એસ.ટી. નિગમ દ્વારા બસ સ્ટેશન બનાવવા કાર્યવાહી કરાશે. તેમજ માળીયા (મી.) સહીત જુદા-જુદા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ખાલી પડેલી જગ્યાઓ અંગેના પ્રશ્નમાં જિલ્લામાં આવેલ 6 સામુહિક કેન્દ્રમાં વર્ગ-1ની તમામ જગ્યા ખાલી છે, તે તાકીદે પુરી કરવા માંગણી કરી હતી.

- text

આ ઉપરાંત, નવલખી બંદર નજીકના નવા વસવાટ પામેલ વિસ્તારમાં પાઇપ લાઇનમાંથી ટેપિંગ કરીને સ્ટેન્ડ પોસ્ટ મૂકીને પીવાનું પાણી આપવાની માંગણી અંગે પણ હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો હતો. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં નવા ચેકડેમો તેમજ બોરીબંધો અને વનતલાવડી બાબતે ધારાસભ્યએ પૂછેલ પ્રશ્નના જવાબમાં મોરબી જિલ્લામાં એક પણ ચેક ડેમ ન બંધાયાની માહિતી આપવામાં આવી હતી. તેમજ છેલ્લા 5 વર્ષમાં ચેઇન સ્નેચિંગના બનાવોની વિગતો અંગે બ્રિજેશ મેરજાએ ચિંતા સેવીને પ્રશ્ન પૂછેલો, જેમાં ગૃહમંત્રીએ આવી ઘટનાઓ બનતી અટકાવવા સઘન વ્યવસ્થા અને તકેદારી સેવાશે. તેમ જણાવ્યું હતું.

વધુમાં, માળીયા (મી.)ના વાવણીયા ખાતેની શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિરમાં ચાલુ વર્ષે SSCનું પરીક્ષા કેન્દ્ર બંધ કરાવવામાં આવેલ છે. તે ચાલુ રાખવા રાજ્યના શિક્ષણ મંત્રી અને માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનને રૂબરૂ મળીને ધારાસભ્યએ રજૂઆત કરી છે.

- text