ટંકારાના સરાયા ગામે પતંગ ચગાવતા માસુમનું ત્રીજા માળેથી પટકાતા મોત  

ટંકારા : ટંકારા તાલુકાના મૂળ જોધપર ઝાલા ગામના હાલ નજીકના સરાયા ગામે વસતા સફાઈ કામદારનો માસુમ પુત્ર પતંગ ચગાવવા ગામડામાં આવેલ ફેકટરીના ત્રીજા માળની છત ઉપર ચડયા બાદ પતંગ ચગાવવા મશગૂલ હતો ઍ દરમિયાન પગ લપસી જતા નીચે પટકાતા ગંભીર રીતે ઘવાતા મોત નિપજયુ હતુ. ગરીબ પરીવારના કિશોરના મોતથી પંથકમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના કાનજીભાઇ હેમંતભાઈ પરમાર નજીકમા આવેલ સરાયા ગામે આવેલ પોલીપેકની ફેકટરીમા મજુરીકામ કરી પરીવારનુ પેટીયુ રળતા હતા.અને સરાયા ગામે હાલ પરીવાર સાથે વસતા હતા. તેમના બે માસુમ બાળકો યશ (ઉ.૧૨) અને નાનકડો ઉદય બંને ભાઈ ઘરના ત્રીજા માળે પતંગ ચગાવવા ચડયા હતા. બંને ભાઈ પતંગ ઉડાડવામા મશગુલ હતા એ દરમિયાન મોટો પુત્ર યશ અકસ્માતે અગાસી પરથી પગ લપસતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. નીચે પટકાતા માસુમ બાળકને ગંભીર ઈજા થતાં તાબડતોબ સારવાર માટે પ્રથમ ટંકારા હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમા ખસેડવામાં આવેલ પરંતુ અહિ સારવાર કારગત નિવડે તે પહેલા માસુમ કુમળા બાળકે દમ તોડી દેતાં પરીવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. માસુમ બાળકનુ પતંગ ઉડાડતા અગાસી પરથી નીચે પટકાતા અપમૃત્યુ થયાના અશુભ સમાચાર પંથકમા ફરી વળતા પંથકમા શોક ફરી વળ્યો હતો.

પ્રાથમિક તબક્કે જાણવા મળેલ હકિકત મુજબ મૃતક માસુમ યશના પિતા સફાઈ કામદાર તરીકે કામ કરતા હોય અને સંતાનમા બે પુત્ર અને એક પુત્રીમાં યશ વચેટ હતો અને છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. અને હજુ રવિવારે જ મકર સંક્રાંતિની ઉજવણી કરવા હોશે હોશે પિતા પાસેથી નાણા લઈ પતંગ-દોરા લઇ આવ્યો હતો. અને સંક્રાંતિ પૂવૅઁ અગાસીએ નાનકડા ભાઈને પતંગ ઉડાડી દેવા બંને માસુમ ભાઈ ત્રીજા મંજલે ચડયા હતા. ત્યા કુદરતને કંઈક જુદુ જ મંજુર હશે.અને પટકાયો હતો.