મોરબીના જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ઊંધિયાનું વિતરણ કરાશે

- text


ઉંધિયુ ૫૦૦ ગ્રામ અને ૧ કીલોના કન્ટેનર પેકીંગમા ઉપલબ્ધ રહેશે

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિ માટે રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર રજવાડી ઊંધિયાનુ વિતરણ કરવાનુ આયોજન કરવામા આવેલ છે. ઊંધિયુ પ્રતિકીલો રૂ. ૧૦૦ના ભાવે કન્ટેનર પેકિંગમા ઉપલબ્ધ રહેશે. ઊંધીયાનુ તા.૧૪-૧-૨૦૨૦ના રોજ સવારે ૮ કલાકથી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે વિતરણ કરવામા આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય ભક્તજનો માટે સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન રાહતદરે શુધ્ધ ઘીના ડ્રાઈફ્રુટથી ભરપુર મસાલેદાર અડદીયા તેમજ બદામ પાક-ગુંદર પાકનુ પ્રતિ વર્ષ વિતરણ કરવામા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ સમગ્ર શિયાળા દરમિયાન દરરોજ તાજા અડદીયા તેમજ બદામપાક-ગુંદરપાક નુ વિતરણ કરવામા આવી રહ્યુ છે.

- text