ટંકારામાં સવારે વરસાદી માહોલ બાદ બપોરે એક સાથે ચાર ભૂકંપના આંચકા

- text


ટંકારા : ટંકારામાં સવારનો સૂરજ ઊગ્યો ત્યારે વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર બાદ 2001ની યાદ ફરી તાજી કરી હતી અને માત્ર 30 મિનિટના અરસામાં ચાર જેટલા ભારે ભૂકંપના આંચકાથી ટંકારાની ધરતીને કુદરતે હચમચાવી પણ નાખી હતી.

આમ તો ગુજરાતમાં ગુજરાતીને બપોરના સમયે આરામ કરવાની ટેવ હોય છે અને આ જ આરામ કરતા લોકો પર જાણે કુદરત નારાજ હોય તેમ ઘરની બહાર નીકળી અને રસ્તા પર આવી ગયો હતો. આ ઘટના ટંકારાની છે કે જ્યાં માત્ર ૩૦ મિનિટના ગાળામાં ચાર ચાર વખત ધરા ધ્રુજાવી નાખી હતી. આમ તો એક કહેવત છે કે કુદરતની થપાટ કોણે અને ક્યારે વાગે છે તે તો કોઈને જાણ સુધ્ધા પણ નથી હોતી આવી જ થપાટ એકવાર નહિ પરંતુ બે બે વખત મોરબીવાસીઓ ખાઈ ચુક્યા છે એ પણ એવી થપાટ કે મોરબીને હતું ન હતું કરી નાખ્યું હતું.

- text

આજથી ચાલીસ દાયકા પહેલા મોરબીને જીવાદોરી સમાન ગણાતી મચ્છુ નદી નો જળ હોનારત કે જેને મોરબીને હતું નહોતું કરી નાખ્યું અને ત્યારબાદ 2001નો ગોઝારો ભૂકંપ કે જેને મોરબીને હતું નહોતું કરી નાખ્યું હતું ત્યારબાદ કહી શકાય કે એ જ ગોઝારા ભૂકંપની ફરી યાદ તાજી કરાવતો કુદરત આજે બપોરના સમયે ટંકારાની ધરતીને એકવાર નહિ પરંતુ ચાર ચાર વખત હચમચાવીને ટંકારાવાસીઓને કુદરતે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

- text