વાંઢ વિસ્તારમાં રહેણાક માટેના વીજ કનેક્શન આપવા માંગ

- text


માળીયા (મી.) : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવા દ્વારા વાંઢ વિસ્તારમાં રહેણાક માટેના વીજ કનેક્શન આપવા અંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને રજૂઆત કરવામાં આવેલ છે.

આ રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના માળીયા (મી.)ના લોકો તેઓની સામાજિક રૂઢિ મુજબ પોતાના ખેતરોમાં ઘર બનાવીને વસવાટ કરતાં હોય છે. અને આને વાંઢ એવા નામથી ઓળખાતા હોય છે. માળીયા મિયાણામાં હાલમાં નગરપાલિકા અસ્તિત્વમાં છે. જેમાં તમામ વિસ્તારનો સમાવેશ શહેર વિસ્તારમાં કરવામાં આવેલ છે. જેમાં આ વિસ્તાર વોર્ડ નં. ૧,૨,૪માં આવતો વિસ્તાર છે. આ લોકોના ઘર પોતપોતાના ખેતરમાં આવેલ છે. માટે તેઓને ઘરમાં વીજ કનેક્શનની જરૂરીયાત હોય છે. પરંતુ વીજ કપની દ્વારા તેઓ ખેતરમાં રહેતા હોવાથી ઘર માટે વીજ કનેક્શન આપતી નથી.

- text

આથી, રજુઆતમાં એવી માંગણી કરવામાં આવેલ છે કે તાત્કાલિક ધોરણે બાકી રહેલા લોકોને ઘર વપરાશ માટેના વીજ કનેકશનો આપવામાં આવે, જો આમ નહિ કરવામાં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરવાની ફરજ પડશે તેવી ચીમકી સાથે સત્વરે યોગ્ય કરવા અપીલ કરાઈ છે.

- text