માળીયાના કાજરડા ગામે જૂની માથાકૂટનો ખાર રાખી યુવાન પર હુમલો

- text


ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ

માળીયા : માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે જૂની માથાકૂટનો ખાર રાખી યુવાનને ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી અસગર રમજાન મોવર ઉ.વ.-૨૧ રહે-કાજરડા માળીયા મી.વાળાએ આરોપીઓ શેરો અનવર મોવર ,ઈકબાલ સબીરભાઈ મોવર ,અસ્લમભાઈ અલ્લારખાભાઈ મોવર ,રસુલ અબ્દુલભાઈ મોવર રહે-ચારેય કાજરડા માળીયા મી.સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે તા.૧૧ ના રોજ કાજરડા માળીયા મી. ખાતે બનેલા આ બનાવમાં ફરીયાદી તથા આરોપીને આજથી ચારેક માસ પહેલા ચીખલી ગામની સીમમા કોઈ બાબતે માથાકુટ થયેલ હોઈ જેની દાઝ રાખી આરોપીઓએ એક સંપ કરી ફરીયાદીને ગાળો આપી ગામમા કેમ આવેલ છે તેમ કહી લોખંડના પાઇપ વતી ડાબા પગના નળા ના ભાગે તેમજ ડાબી બાજુ પાસડીના ભાગે પાઈપ વતી તેમજ ઢીકા પાટુ વતી મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.માળીયા પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text