વાંકાનેર : ગરમ પાણીનું તપેલું માથે પડતા દાઝેલી બાળાનું સારવાર દરમ્યાન મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા ભાયાતી જાબુંડીયા ગામે ગરમ પાણીનું તપેલું માથે પડતા દાઝેલી માસુમ બાળાનું સારવાર દરમ્યાન મોતનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી.પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા ભાયાતી જાબુંડીયા ગામે આદિવાસી પરિવારની ગુંગીબેન ભીમાભાઇ રાઠવા ઉ.વ. ૪ નામની માસુમ પુત્રી ગત તા.૬ ના રોજ સાંજના નવેક વાગ્યે ઘરમાં રમતી હતી.તે વખતે પાણી ગરમ માટે ચુલા પર પાણીની તપેલી મૂકી હોય અને ચુલે તાપતા વખતે પાણીની તપેલીનુ ગરમ પાણી આ બાળકી ઉપર પડતા તેણી શરીરે દાઝી જતા પ્રથમ.મોરબી બાદ વધુ સારવાર.માટે રાજકોટ રીફર કરતા ત્યાં ગત તા.૮ ના રોજ આ બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવના આજે રાજકોટ હોસ્પિટલમાંથી કાગળિયા આવતા વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text