મોડાસાની દુષ્કર્મની ઘટનાના પ્રત્યાઘાત હળવદમાં પડયા : મામલતદારને આવેદન

- text


હળવદ : ગત તા.૧/૧ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામમાં અનુસુચિત જાતિની દીકરીને નરાધમોએ અપહરણ કરી ચારથી પાંચ દિવસ ગોંધી રાખી અમાનુષી અત્યાચાર તથા સામુહિક બળાત્કાર ગુજારતા સમગ્ર રાજયમાં ભારે પ્રત્યાઘાતો પડયા છે ત્યારે હળવદ તાલુકાના અનુસૂચિત સમાજમાં ભારે રોષ સાથે આજે મામલતદારને આવેદન પત્ર પાઠવી આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરી હતી.

સમગ્ર રાજય સહિત દેશભરમાં જઘન્ય ઘટનાઓ બની રહી છે ત્યારે મોડાસા તાલુકાના સાયરા ગામે યુવતી પર અમાનુષીભર્યા અત્યાચાર સાથે સામુહીક બળાત્કાર થતા સમગ્ર રાજયમાં ભારે રોષની લાગણી પ્રવર્તી ગઈ છે અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે આ બનાવને પગલે હળવદ અનુસૂચિત સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી આરોપીઓને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગ કરી દાખલારૂપ કાર્યવાહી થાય. જેથી, અન્ય કોઈ સગીરા, યુવતી કે બાળાઓ પર થતા હેવાનીયતો અત્યાચાર કરતા અટકે. આ બનાવથી સમગ્ર રાજયમાં હેવાનીયતો પર ફીટકાર વરસી રહ્યો છે.

હળવદ મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ સરકાર અનુસૂચિત સમાજ તેમજ પીડીતો અને શોષિતોની રક્ષક હોય તો આવા હેવાનીયત ભર્યા કૃત્ય આચરનારાઓ પર કડકમાં કડક પગલા લે અને જે ન્યાય નિર્ભયા તેમજ ડો. પ્રિયંકા રેડીને મળ્યો હતો. તેઓ જ ન્યાય અનુસુચિત જાતિની દીકરીને આપી સરકાર જાતિવાદી વલણ ધરાવતી નથી તેવું સાબિત કરે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓએ ઢીલી નીતિ રાખી છે. જેથી, તેઓએ ફરજચુક કરી છે. તેમને તાત્કાલીક ફરજ પરથી બરતરફ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

- text