હળવદના દેવળીયા ગામે પ્રદુષિત કેમિકલ ઢોળવાના બનાવમાં જીપીસીબીએ તપાસ હાથ ધરી

- text


પ્રદુષણ વિભાગની મંજુરી પુરી થઈ ગઈ હોવા છતાં ધમધમી રહેલા કવાર્ટેક્ષ કારખાનાને નોટીસ ફટકારાઈ

હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામે ગઈકાલે પ્રદુષીત કચરો અને જ્વલંત પ્રવાહી નાખી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રદુષીત કચરાના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ હતી અને તેના ધુમાડાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. સાથે જ આ ધુમાડાના કારણે ખાસ કરીને પક્ષીઓ પર માઠી અસર પડવા પામી હતી. ત્યારે આજે પ્રદુષણ વિભાગ દ્વારા દેવળીયા ગામે જે જગ્યા પર વેસ્ટ કચરો અને કેમિકલ ઢોળવામાં આવ્યું હતું ત્યાં તપાસ હાથ ધરી નમુના લેવાયા હતા. સાથે જ અહીં વેસ્ટ કચરો બાજુમાં જ આવેલ કવાર્ટેક્ષ નામના કારખાનેદારે નાખ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી, પ્રદુષણ વિભાગની ટીમ દ્વારા આ કારખાના પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને કારખાનેદારને નોટીસ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

- text

પ્રદુષણ બોર્ડના જણાવ્યા મુજબ કારખાનેદારને પ્રદુષણ વિભાગની મંજુરી પુરી થઈ ગઈ હોવા છતાં પણ વગર મંજુરીએ કારખાનું ચાલતું હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.જેથી, હાલ તો પ્રદુષણ વિભાગ દ્વારા કારખાનેદારને નોટીસ ફટકારી છે. ત્યારે હવે જાવાનું એ રહ્યું કે, આગામી દિવસોમાં કારખાનેદારો પર કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે?

- text