વિનય ઈનટરનેશનલ સ્કૂલ દ્વારા MORBI VISION 2030 એક્ઝીબીશનનું ભવ્ય આયોજન, જુઓ વિડીઓ

મોરબી : મોરબીની વિનય ઈનટરનેશનલ સ્કૂલના ૩ દિવસીય વાર્ષિકોત્સવમાં વિધાર્થીઓ દ્વારા મોરબીની અલગ-અલગ સમસ્યા, આ સમસ્યાની ૨૦૩૦ની પરિસ્થિતિ સાથેની પરીકલ્પના અને આ સમસ્યાના સમાધાન અને જન-જાગૃતિ પ્રદર્શિત કરતા એક્ઝીબીશનનું આયોજન આગામી તા. ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સાંજે ૫ થી ૯ વાગ્યા સુધી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં અલગ-અલગ મોડલ બનાવવામાં આવ્યા છે.

“MORBI VISION 2030” એક્ઝીબીશનમાં મોરબીની હાલની સમસ્યા જેવી કે ટ્રાફિક, કચરો, હરિયાળી, મેદાન, બગીચા, પ્રદૂષણ વગેરેને ધ્યાનમાં લઇને આ સમસ્યાને ૨૦૩૦ની પરિસ્થિતિ સાથે સલગ્ન કરીને એમના અમુક સમાધાનના ભાગરૂપે એક જાગૃતિ એક્ઝીબીશન “પહલ – STEPS FOR AWARENESS” નું આયોજન કરવામાં આવ્યું છે.

વિનય ઈનટરનેશનલ સ્કૂલ દ્વારા આ “MORBI VISION 2030” એક્ઝીબીશનનો લાભ લેવા માટે મોરબીના શહેરીજનોને આમાંત્રિત કરવામાં આવેલ છે.

https://www.facebook.com/morbiupdate/videos/1202086560127798/