મોરબી : માં મંગલમૂર્તિ શાળાના દિવ્યાંગ બાળકો પ્રજાસત્તાક પર્વે રજૂ કરશે સાંસ્કૃતિક કાર્યક્રમ

- text


અમને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપોના નાદ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓની રેલી નીકળશે

મોરબી : મોરબીના જી.આઈ.ડી.સી. શનાળા રોડ, જે.કે.પેઇન્ટમાં વર્ષ 2004થી માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા કાર્યરત છે. જેમાં સેલિબલ પાલસી, મેન્ટલી ચેલેન્જ, ઓર્થોપેડિક હેન્ડીકેપ બાળકો અભ્યાસ કરે છે. સવારે બાળકો શાળાએ આવે ત્યારે ગાયના શુદ્ધ ઘીથી માલીશ કરવામાં આવે છે. બાળકોને વિવિધ પ્રવૃતિ દ્વારા અક્ષર જ્ઞાન આપવામાં છે. ખેલ મહાકુંભમાં પણ આ બાળકો ભાગ લે છે અને જિલ્લા કક્ષાએ નંબર પણ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, જાત સંભાળ, સ્નાયુઓનો વિકાસ અને ઓળખ, વૉકેશનલ ટ્રેનિંગ, ભાષાકીય, આંકડાકીય જ્ઞાન, રૂપિયા, રંગ, આકારની ઓળખ, સ્પેશિયલ ઓલિમ્પિક વગેરે જીવન કૌશલ્યો વિકસાવવામાં આવે છે તેમજ દિવ્યાંગોને મળતા લાભો જેમ કે UDID CARD, MR Certificate અને એમ.આર.કીટ રેલવે પાસ, બસ પાસ, નિરામયા કાર્ડ, સંત સુરદાસ વગેરે યોજનાઓ લાભ અપાવવામાં આવે છે. બાળકોને સ્કૂલ તરફથી યુનિફોર્મ, સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ તથા શિક્ષણને લગતી તમામ વસ્તુઓ પુરી પાડવામાં આવે છે. શાળા દ્વારા વાલી મીટીંગ, હોમ વિઝીટ, મેડિકલ કેમ્પ વગેરે મેન્ટલી ચેલેન્જ બાળકો માટે અવેરનેશના પ્રોગ્રામ કરવામાં આવે છે.

- text

દર વર્ષે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થતી હોય ત્યારે આ મનો દિવ્યાંગ બાળકો, વિશિષ્ટ બાળકો પણ દેશ ભક્તિ બતાવવામાં કેમ ઉણા ઉતરે? દર વર્ષે 26.મી જાન્યુઆરીના રોજ બપોરે 3.00 વાગ્યે આ બધા જ બાળકો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને કહે છે કે “અમને સહાનુભૂતિ નહિ, સ્વીકૃતિ આપો” ખૂબ મોટી સંખ્યામાં લોકો તા. 26.01.2020 ના રોજ દિવ્યાંગ બાળકોનું પરફોર્મન્સ જોવા માટે આમંત્રણ આપવા તા. 22.01.2020 ના રોજ સવારે 9.30 વાગ્યાથી માં મંગલ મૂર્તિ સ્કૂલેથી રેલીનું પ્રસ્થાન મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપીને કરાવશે. ત્યારબાદ રેલી શણગારેલા વાહનોમાં ડી.જે.ના તાલે ઉમિયા સર્કલથી, કેનાલ રોડ, રવાપર રોડ, રામ ચોક થઈ શનાળા રોડ પરથી પસાર થઈ નવા બસ સ્ટેન્ડ પાસેથી જી.આઈ.ડી.સી.પાસે રેલીનું વિસર્જન થશે. આ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનોને જોડાવાનું દિવ્યાંગ બાળકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

- text